એક મુસલમાન તનાસુખે અરવાહ (આત્માઓનું સ્થળાંતર/ પુનર્જન્મ) ના અકીદાને કેમ માનતો નથી?

એક મુસલમાન તનાસુખે અરવાહ (આત્માઓનું સ્થળાંતર/ પુનર્જન્મ) ના અકીદાને કેમ માનતો નથી?

العربية English español Русский 中文

સૃષ્ટિની દરેક વસ્તુ સર્જકના અધિકારમાં છે, જે એકલો જ બધું જાણવા વાળો અને માલિક અને દરેક વસ્તુને પોતાની ઇચ્છા પ્રમાણે ચલાવવાની શક્તિ ધરાવે છે. સૃષ્ટિ શરૂઆતથી જ સૂર્ય, ગ્રહો અને આકાશગંગાઓ અત્યંત ચોકસાઈ સાથે કામ કરી રહ્યા છે અને આ ચોકસાઈ અને ક્ષમતા મનુષ્યના સર્જન પર લાગુ પડે છે. માનવ શરીર અને આત્માઓ વચ્ચે જે સંવાદિતા છે, તે બતાવે છે કે આ આત્માઓને પ્રાણીઓના શરીરમાં વસવાટ કરવો શક્ય નથી, (પુનર્જન્મ) ન તો છોડ અને જંતુઓમાં વસવાટ કરવો શક્ય છે, અને ન તો લોકોમાં. અને અલ્લાહએ માણસને તર્ક અને જ્ઞાનથી અલગ પાડ્યા અને તેને ધરતી પર ખલીફા બનાવ્યો, તેની તરફેણ કરી, તેનું સન્માન કર્યું અને અનેક જીવો ઉપર તેનું સ્થાન ઊંચું કર્યું. અને સર્જકની હિકમત અને ન્યાયથી કયામતના દિવસનું અસ્તિત્વ છે, જેમાં અલ્લાહ જીવોને સજીવન કરશે અને એકલો તેમનો ન્યાય કરશે, અને તેમનું ભાગ્ય જન્નત અથવા જહન્નમમાં હશે, અને તે દિવસે બધા સારા અને ખરાબ કાર્યોનું વજન કરવામાં આવશે.

Source

કેટેગરીઓ

Related Questions

પયગંબર મુહમ્મદ ﷺ તેઓ: અરબના એક ખાનદાન કુરૈશ જે મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ્ મુત્તલિબ બિન હાશિમ છે, જેઓ મક્કાહમાં રહેતા હતા અને તે ઈસ્માઈલ બિન ઈબ્રાહીમની સંતાન માંથી હતા.

અલ્લાહ તઆલા એ માણસને અન્ય તમામ જીવોથી તર્ક દ્વારા અલગ પાડ્યો છે, અને અલ્લાહ એ તે દરેક વસ્તુઓ જે આપણને કંઈ પણ નુકસાન પહોંચાડે છે અને આપણા દિમાગ અને શરીરને નુકસાન પહોંચાડે છે તેના પર પ્રતિબંધિત લગાવ્યો છે, અને તેથી નશો કરનારી દરેક વસ્તુ આપણા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે, ...

ઉદાહરણ તરીકે, શું આપણે કોઈ વ્યક્તિ પર એવો આરોપ લગાવીએ છીએ જયારે તે પોતાના પિતાને ચુંબન કરે છે, હજના દરેક અરકાન (વિધિઓ) દ્વારા અલ્લાહની યાદ અને પાલનહારના આદેશોનું અનુસરણ કરવું અને તેની સામે માથું નમાવી દેવું છે, અને તેનો હેતુ પથ્થરો, જગ્યાઓ અથવા લોકોની ઈબાદત કરવાનો નથી. જયારે કે ઇસ્લામ ...

અલ્લાહ સર્વશક્તિમાન તેના તમામ ગુલામોને મુક્તિનો માર્ગ બતાવે છે અને તે તેમના માટે અવિશ્વાસને મંજૂરી આપતો નથી, જો કે માણસ અવિશ્વાસ દ્વારા અથવા પૃથ્વી પર ભ્રષ્ટાચાર ફેલાવીને અપનાવે છે તે ખોટા વલણને તે પોતે પસંદ નથી કરતો.

તે પ્રાચીન સંસ્કૃતિના સાચા વિજ્ઞાનમાંનું એક હતું, જેમાં ઘણી દંતકથાઓ અને અંધશ્રદ્ધા સામેલ છે, નિર્જન રણમાં ઉછરેલો ઉમ્મી (અભણ) પયગંબર આ સંસ્કૃતિમાંથી દંતકથાઓ છોડી માત્ર સાચી વાતો નકલ કેવી રીતે કરી શકે?
સફળતાપૂર્વક મોકલ્યું