નાસિખ અને મન્સૂખ શું છે?

નાસિખ અને મન્સૂખ શું છે?

નાસિખ અને મન્સૂખ એ શરિઅતના આદેશોના નિયમો માથી એક છે, જેમકે કોઈ નવા આદેશ વડે પાછલા આદેશને રોકી દેવો, અથવા એક આદેશને બીજા આદેશ વડે બદલી નાખવો, અથવા કોઈ મર્યાદિત આદેશને સામાન્ય કરવો અને કોઈ સામાન્ય આદેશને મર્યાદિત કરવો, અને શરિઅતમાં આ એક સામાન્ય વાત છે જે આદમ થી ચાલી રહી છે. જેમકે આદમના સમયે ભાઈ બહેનની શાદી થતી હતી પરંતુ પછીની શરિઅત દ્વારા તેને ખતમ કરી દેવામાં આવી; એવી જ રીતે શનિવારે કામ કરવી ઈબ્રાહીમ અને તે પહેલાની શરિઅતમાં જાઈઝ હતું પરંતુ તેને મૂસાની શરિઅતમાં ખતમ કરી દેવામાં આવ્યું, અને અલ્લાહ તઆલાએ બની ઈસ્રાઈલના લોકો જ્યારે એક વાછરડાની પૂજા કરવા લાગ્યા તો આદેશ આપ્યો કે તેઓ પોતે જ પોતાને કતલ કરે, પછી આ આદેશ ખત્મ કરી દેવામાં આવ્યો, વગેરે આ જેવા ઘણા ઉદાહરણો છે, એક આદેશને બીજા આદેશ વડે બદલવો તેજ શરિઅત વડે અથવા બીજી શરિઅત વડે તે શકય, જેમકે અમે પાછળ ઘણા ઉદાહરણો વર્ણન કર્યા.

Source

કેટેગરીઓ

related_questions

જ્ઞાનની ઇસ્લામિક વિભાવના વિશ્વાસ અને વિજ્ઞાનના નક્કર પાયા પર આધારિત છે, જે મનના જ્ઞાનને હૃદયના જ્ઞાન સાથે, પાલનહાર પર ઈમાન સાથે અને વિશ્વાસથી અવિભાજ્ય જ્ઞાન સાથે જોડે છે.

હોશિયાર વ્યક્તિ પાસેથી જીવન આપનારને તે જીવન લેવાનો આદેશ આપવો અને નિર્દોષ લોકોના જીવ દોષ વિના લેવાનો આદેશ આપવો તે અતાર્કિક છે, અને તે કહે છે: "અને પોતાને કતલ ન કરો" [૧૬૬], અને બીજી આયતો જે કતલ કરવા બાબતે રોકે છે જ્યાં સુધી કોઈ યોગ્ય કારણ ન હોઈ, જેમકે બદલો ...

સર્જકની એકતાની સાક્ષી આપવી અને એકરાર કરવો, અને ફક્ત તેની જ ઈબાદત કરવી, અને તે વાતનો એકરાર કરવી કે મુહમ્મદ ﷺ તેના બંદા અને પયગંબર છે.

પયગંબરે કુરઆનને વિશ્વાસપાત્ર સહાબાઓ દ્વારા લખી રાખ્યું જેથી કરીને તેને વાંચી શકાય અને અન્યને શિખવાડવામાં આવે. અને જ્યારે અબુ બકર રઝી. એ ખિલાફત સંભાળી, તો તેમણે આ સહિફાઓને સંગ્રહ કરવાનો આદેશ આપ્યો જેથી તે એક જગ્યાએ ભેગું થઇ જાય અને તેનો સંદર્ભ લઈ શકાય. અને ઉષ્માન રઝી.ના યુગમાં, તેમણે સહબાઓ ...

સત્યતા એ છે કે દિન (ધર્મ) એ જિમ્મેદારી અને જવાબદારી છે, તે આત્માને સચેત કરે છે, અમે એક મોમિનને તાકીદ કરે છે કે તે દરેક નાની મોટી બાબતોમાં પોતાને જવાબદાર બનાવે, મોમિન પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના પાડોશી માટે અને મુસાફરો માટે પણ જવાબદાર છે, તે ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ ...
સફળતાપૂર્વક મોકલ્યું