શું મુસલમાનોના અકીદામાં પાછળના પયગંબરો પર ઈમાન રાખવું જરૂરી છે?

શું મુસલમાનોના અકીદામાં પાછળના પયગંબરો પર ઈમાન રાખવું જરૂરી છે?

તે દરેક પયગંબરો પર કોઈ ફર્ક કર્યા વગર ઇમાન લાવવું, જેને અલ્લાહએ માનવીઓ તરફ મોકલ્યા, જે મુસલમાનોના અકીદાના પાયા માંથી એક પાયો છે, જેના વગર તેનું ઈમાન સહીહ નહીં ગણાય. અને એ કોઈ પણ નબી અથવા પયગંબરનો ઇન્કાર કરવો એ દીનની મૂળભૂત બાબતોની વિરુદ્ધ છે. અને એ કે અલ્લાહના દરેક પયગંબરોએ છેલ્લા નબી મુહમ્મદ ﷺ ના આવવાની ખબર આપી. જેમકે કેટલાક નબીઓ અને પયગંબરો જેમણે અલ્લાહ એ અલગ અલગ કોમો તરફ મોકલ્યા, તેમના નામો કુરઆન મજીદમાં વર્ણન કરવામાં આવ્યા છે ( જેમકે નૂહ, ઈબ્રાહીમ, ઇસ્માઈલ, ઇસ્હાક, યાકૂબ, યૂસુફ, મૂસા, દાવૂદ, સુલૈમાન, ઈસા વગેરે...), કેટલાક બીજા પણ છે ,જેમનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં કેટલાક ધાર્મિક પ્રતીકો (જેમ કે રામ, કૃષ્ણ અને ગૌતમ બુદ્ધ) અલ્લાહ દ્વારા મોકલવામાં આવેલા પયગંબરો હોવાની સંભાવના એ એક વિચાર છે, જે બાકાત નથી, પરંતુ આ બાબતે પવિત્ર કુરઆનમાંથી કોઈ પુરાવા મળતા નથી, તેથી મુસલમાનો આ કારણથી માનતા નથી. અકીદામાં ફેરફારો (અર્થાત્ જૂથો જાહેર થવા) ત્યારે આવ્યા, જ્યારે લોકોએ પોતાના પયગંબરોને પવિત્ર કર્યા અને અલ્લાહને બદલે તેમની ઈબાદત કરવા લાગ્યા.

Source

કેટેગરીઓ

related_questions

સૃષ્ટિ અને ઘટનાઓ તમામ પુરાવા એ હકીકત સૂચવે છે કે જીવનમાં પુનર્નિર્માણ અને સર્જન થતું રહે છે, આના ઘણા ઉદાહરણો છે, જેમકે, વરસાદ જમીનને તેના મૃત્યુ પછી ફરી જીવિત કરે છે.

અલ્લાહ તઆલા કહે છે:

કતલની ઇસ્લામિક રીત, એટલે કે ધારદાર છરી વડે પ્રાણીના ગળા અને અન્નનળીને કાપી નાખવી, તે ઇલેક્ટ્રીક આંચકો અને ગળું દબાવવાથી વધુ સરળ છે, જેનાથી પ્રાણીને પીડા થાય છે, એકવાર લોહી મગજમાં વહેતું બંધ થઈ જાય, પ્રાણીને કોઈ દુખાવો થતો નથી, કતલ કરવાના સમયે પ્રાણીને થતી ધ્રુજારીની વાત કરીએ તો, તે ...

સૃષ્ટિનો પાલનહાર કુરઆન મજીદની ઘણી આયતોમાં "અમે" શબ્દનો ઉપયોગ પોતાનો ઉલ્લેખ કરવા માટે કરે છે, ત્યારે તે સૂચવે છે કે તે એકલો જ સૌંદર્ય અને ભવ્યતાના તમામ લક્ષણોને એકઠો કરવા વાળો છે, આ શબ્દ અરબી ભાષામાં પણ તાકાત અને મહાનતા વ્યક્ત કરે છે, અને એવી જ રીતે, અંગ્રેજી ભાષામાં "અમે ...

નાસિખ અને મન્સૂખ એ શરિઅતના આદેશોના નિયમો માથી એક છે, જેમકે કોઈ નવા આદેશ વડે પાછલા આદેશને રોકી દેવો, અથવા એક આદેશને બીજા આદેશ વડે બદલી નાખવો, અથવા કોઈ મર્યાદિત આદેશને સામાન્ય કરવો અને કોઈ સામાન્ય આદેશને મર્યાદિત કરવો, અને શરિઅતમાં આ એક સામાન્ય વાત છે જે આદમ થી ચાલી ...
સફળતાપૂર્વક મોકલ્યું