કુરઆન શું છે?

કુરઆન શું છે?

કુરઆન એ સૃષ્ટિના ઇલાહ દ્વારા મોકલવામાં આવેલ અંતિમ પુસ્તક છે. જો કે મુસલમાન દરેક કિતાબ પર ઈમાન ધરાવે છે, જે કુરઆન પહેલા ઉતારવામાં આવી જેવા કે (ઇબ્રાહિમનાં સહિફા, ઝબૂર, તૌરાત અને ઇન્જિલ... વગેરે), મુસ્લિમો માને છે કે તમામ પુસ્તકો દ્વારા આપવામાં આવેલો સાચો સંદેશ તોહીદ છે, એટલે કે અલ્લાહ પર ઈમાન ધરાવવું અને તેની જ ઈબાદત કરવી. જો કે કુરઆન, અગાઉના આકાશીય પુસ્તકોથી વિપરીત, ફક્ત ચોક્કસ શ્રેણી અથવા જૂથ માટે મોકલવામાં આવ્યુ ન હતું, અને તેના વિવિધ સંસ્કરણો નથી, અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેના બદલે, તે બધા મુસ્લિમો માટે એક પુસ્તક છે. અને કુરઆનનું લખાણ હજી પણ તેની મૂળ ભાષા (અરબી)માં છે, કોઈપણ ફેરફાર, વિકૃતિ અથવા હેરફેર વિના, અને તે હજી પણ આપણા સમય સુધી સાચવેલ છે, અને તે એવું જ રહેશે, સૃષ્ટિના પાલાન્હારે તેને સાચવવાનું વચન આપ્યું છે. તે બધા મુસલમાનોના હાથમાં પ્રસારિત થાય છે, અને ઘણા મુસલમાનોએ કુરઆન મજીદને મોઢે યાદ પણ કર્યું છે, અને કુરઆનના વર્તમાન અનુવાદો ઘણી ભાષાઓમાં અને લોકોના હાથમાં છે, તે કુરઆનના અર્થ અને અનુવાદ સિવાય બીજું કંઈ નથી. સૃષ્ટિના પાલનહારે અરબો અને બિન અરબોને આ પ્રમાણે કુરઆન લાવવા માટે ચેલેન્જ કર્યું છે, તે જાણીને કે તે સમયે અરબો વકતૃત્વ, અને કવિતામાં અન્ય લોકો પર સરદાર હતા, પરંતુ તેઓ જાણતા હતા કે આ કુરઆન અલ્લાહ સિવાય કોઈનું કલામ નથી, આ ચેલેન્જ ચૌદ સદીઓથી કરતા પણ વધુ સમયથી હ્યું છે અને કોઈ પણ આમ કરી શક્યું નથી, અને આ સૌથી મોટો પુરાવો છે કે કુરઆન અલ્લાહ તરફથી છે.

Source

કેટેગરીઓ

related_questions

ઇમાનના અરકાન નીચે પ્રમાણે છે:

કેટલાક ડાર્વિનવાદીઓ કે જેઓ કુદરતી પસંદગી (એક અતાર્કિક ભૌતિક પ્રક્રિયા)ને એક અનન્ય સર્જનાત્મક બળ તરીકે માને છે જે કોઈપણ વાસ્તવિક પ્રયોગમૂલક આધાર વિના તમામ મુશ્કેલ ઉત્ક્રાંતિ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે, તેઓ પછીથી બેક્ટેરિયલ કોષોની રચના અને કાર્યમાં ડિઝાઇનની જટિલતાઓ શાધે છે, તેઓએ "સ્માર્ટ" બેક્ટેરિયા, "માઇક્રોબાયલ ઇન્ટેલિજન્સ", "નિર્ણય-નિર્ધારણ" અને "સમસ્યા-નિવારણ બેક્ટેરિયા" ...

અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "અલ્લાહની કસમ તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, પૂછવામાં આવ્યું હે અલ્લાહના રસૂલ ﷺ કોણ? આપ ﷺ એ કહ્યું કે તે વ્યક્તિ જેનો પાડોશી તેના તકલીફ આપવાથી સુરક્ષિત ન હોય" [૨૪૯]. (બુખારી અને મુસ્લિમ).

ઘણા ગુનાઓ તેમને આજીવન કેદ સુધી પહોંચાડે છે. શું કોઈને એમ કહેવાનો વાંધો છે કે આ આજીવન સજા અન્યાયી છે કારણ કે ગુનેગારે માત્ર થોડીવારમાં જ પોતાનો ગુનો કરી નાખ્યો છે? શું દસ વર્ષની સજા અન્યાયી ચુકાદો છે, કારણ કે ગુનેગારે માત્ર એક વર્ષ સિવાય પૈસાની ઉચાપત કરી નથી? દંડ ...

પ્રાણીની રુહ અને માણસની રુહમાં મોટો તફાવત છે, પ્રાણીની રુહ શરીરની ગતિશીલ શક્તિ છે; એકવાર તે મૃત્યુ દ્વારા જુદી થઈ જાય છે, તો તે એક નિર્જીવ શરીર બની જાય છે, જે જીવનનો એક પ્રકાર છે. છોડ અને વૃક્ષો પણ એક પ્રકારનું જીવન ધરાવે છે પણ તેને આત્મા કહેવાય નહીં; તેના ...
સફળતાપૂર્વક મોકલ્યું