અબુ બકરના શાસન દરમિયાન કુરઆનને એકત્રિત કરવા અને ઉષ્માનના શાસન દરમિયાન તેને બાળવાનો કિસ્સો શું છે?

અબુ બકરના શાસન દરમિયાન કુરઆનને એકત્રિત કરવા અને ઉષ્માનના શાસન દરમિયાન તેને બાળવાનો કિસ્સો શું છે?

પયગંબરે કુરઆનને વિશ્વાસપાત્ર સહાબાઓ દ્વારા લખી રાખ્યું જેથી કરીને તેને વાંચી શકાય અને અન્યને શિખવાડવામાં આવે. અને જ્યારે અબુ બકર રઝી. એ ખિલાફત સંભાળી, તો તેમણે આ સહિફાઓને સંગ્રહ કરવાનો આદેશ આપ્યો જેથી તે એક જગ્યાએ ભેગું થઇ જાય અને તેનો સંદર્ભ લઈ શકાય. અને ઉષ્માન રઝી.ના યુગમાં, તેમણે સહબાઓ પાસે જે અલગ અલગ લહેજાઓના નુસખા અલગ અલગ દેશોમાં હતા તેને બાળી નાખવાનો આદેશ આપ્યો, અને તેમની તરફ એક નવો નુસખો મોકલ્યો, જે મૂળ નુસ્ખા જેમ જ હતો, જે નબી ﷺ છોડી ને ગયા હતા અને જેને અબૂ બકર રઝી. એ એકઠો કર્યો હતો, આવું એટલા માટે કરવામાં આવ્યું કે હવે દરેક દેશોમાં જે નુસખો છે તેનું મૂળ એક જ છે, જે નબી ﷺ છોડીને ગયા હતા.

Source

કેટેગરીઓ

related_questions

ઉગ્રવાદ, કટ્ટરતા અને સખ્તી એ એવા ગુણો સિવાય બીજું કંઈ નથી જે મૂળભૂત રીતે સાચા ધર્મ દ્વારા પ્રતિબંધિત છે. પવિત્ર કુરઆને ઘણી આયતોમાં વ્યવહારમાં દયા અને નમ્રતા અપનાવવા અને ક્ષમા અને સહનશીલતાના સિદ્ધાંતને અપનાવવાનો આદેશ આપ્યો છે.

સૃષ્ટિની દરેક વસ્તુ સર્જકના અધિકારમાં છે, જે એકલો જ બધું જાણવા વાળો અને માલિક અને દરેક વસ્તુને પોતાની ઇચ્છા પ્રમાણે ચલાવવાની શક્તિ ધરાવે છે. સૃષ્ટિ શરૂઆતથી જ સૂર્ય, ગ્રહો અને આકાશગંગાઓ અત્યંત ચોકસાઈ સાથે કામ કરી રહ્યા છે અને આ ચોકસાઈ અને ક્ષમતા મનુષ્યના સર્જન પર લાગુ પડે છે. માનવ ...

એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો, જે આધુનિક સમાજમાં ઘણીવાર ગણવામાં આવે છે તે છે ઇસ્લામે મહિલાઓને આપેલો અધિકાર જે તે પુરુષોને આપ્યો નથી. માણસ માત્ર અપરિણીત સ્ત્રીઓ સાથે જ લગ્ન કરી શકે છે, જ્યારે સ્ત્રી કાં તો અપરિણીત અથવા પરિણીત પુરુષ સાથે લગ્ન કરી શકે છે અને આનો હેતુ બાળકોના ...

જે વ્યક્તિ પોતાના માતા-પિતાથી અલગ થઈ જાય છે, તેમને ઘરમાંથી કાઢી મૂકે છે અને તેમને રસ્તા વચ્ચે છોડી દે છે તેના વિશે તમને કેવું લાગશે?

ઘણા ગુનાઓ તેમને આજીવન કેદ સુધી પહોંચાડે છે. શું કોઈને એમ કહેવાનો વાંધો છે કે આ આજીવન સજા અન્યાયી છે કારણ કે ગુનેગારે માત્ર થોડીવારમાં જ પોતાનો ગુનો કરી નાખ્યો છે? શું દસ વર્ષની સજા અન્યાયી ચુકાદો છે, કારણ કે ગુનેગારે માત્ર એક વર્ષ સિવાય પૈસાની ઉચાપત કરી નથી? દંડ ...
સફળતાપૂર્વક મોકલ્યું