કુદરતી આફતો પાછળ સર્જકની હિકમત (શાણપણ) શું છે?

કુદરતી આફતો પાછળ સર્જકની હિકમત (શાણપણ) શું છે?

નિર્માતાએ પ્રકૃતિના નિયમો અને તરીકાઓ મૂક્યા છે જે તેનું નિયમન કરે છે, અને તે ફસાદ અથવા પર્યાવરણીય અસંતુલન દેખાય ત્યારે તે પોતાનો બચાવ છે, તે પોતાની જાતને સુરક્ષિત કરે છે અને પૃથ્વી પર સુધારણા હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે આ સંતુલન જાળવી રાખે છે અને ખાતરી કરે છે કે જીવન વધુ સારી રીતે આગળ વધે છે, અને ફક્ત તે જ બાકી રહેશે જે લોકો અને જીવન માટે ફાયદાકારક છે, જ્યારે પૃથ્વી પર આપત્તિઓ આવે છે અને માનવજાતને નુકસાન પહોંચાડે છે, જેમ કે રોગો, જ્વાળામુખી, ધરતીકંપ અને પૂર, આ તે સમય છે જ્યારે અલ્લાહના નામ અને લક્ષણો સ્પષ્ટ થાય છે, ઉદાહરણ તરીકે, સર્વશક્તિમાન, શિફા આપનાર અને સર્વ- સંરક્ષક જેમકે તે બીમારોને સાજા કરવામાં અને બચી ગયેલા લોકોને બચાવવા માટે સક્ષમ છે, અથવા તેનું અન્ય નામો માંથી જુલમ કરનારને અથવા અન્યાય કરનારને સજા કરવામાં ન્યાય તરીકે પ્રગટ થાય છે, અને તેનું નામ હકીમ અજમાયશ અને કસોટીમાં જ્ઞાની તરીકે પ્રગટ થાય છે, જો તે ધીરજ રાખશે તો તેના માટે ભલાઈ છે અને જો ઉતાવળ કરશે તો સજા સાથે બદલો આપવામાં આવે છે, આ રીતે માણસ પોતાના પાલનહારની મહાનતાને આવા દુ:ખો દ્વારા બરાબર ઓળખે છે જેમ તે તેની કૃપા દ્વારા તેની સુંદરતાને ઓળખે છે, જો માણસ ફક્ત ઇલાહને સુંદરતાના લક્ષણોને ઓળખે, તો તે અલ્લાહ સર્વશક્તિમાનને ખરેખર જાણતો નથી.

Source

કેટેગરીઓ

related_questions

સાચો ધર્મ જે સર્જનહાર તરફથી આવ્યો છે તે એક જ ધર્મ છે અને તેનાથી વધુ નહીં, અને તે એક અને એકમાત્ર સર્જકના અકીદાનો સ્વીકારે છે અને તેની જ ઈબાદત કરવાનો આદેશ આપે છે. આપણા માટે ભારત દેશની મુલાકાત લેવી પૂરતું છે, ઉદાહરણ તરીકે, લોકો વચ્ચે કહેવું: સર્જક અને ઇલાહ એક ...

જે વસ્તુ સાચી ફિતરત અથવા સામાન્ય બુદ્ધિ તરીકે ઓળખાતી હોય, અને તે દરેક વસ્તુ જે તાર્કિક અને સામાન્ય સમજ અને યોગ્ય મન સાથે સુસંગત છે તે અલ્લાહ તરફથી છે, અને જે જટિલ હોય તે મનુષ્યો તરફથી હોય છે.

પૃથ્વી ગ્રહ પર મનુષ્યોની હાજરીની જેમ અવકાશમાં ફરે છે, જેમ કે વિવિધ સંસ્કૃતિના મુસાફરો એક પ્લેન પર ભેગા થાય છે જે તેમને અજાણી દિશા સાથે અજાણી મુસાફરી પર લઈ જવામાં આવે છે, અને તેઓ પોતાને સેવા આપવા અને પ્લેનમાં મુશ્કેલીઓ સહન કરવા માટે ફરજ પાડે છે.

જ્યારે કોઈ વ્યક્તિ, ઉદાહરણ તરીકે, સ્ટોરમાંથી કંઈક ખરીદવા માંગે છે, અને આ વસ્તુ ખરીદવા માટે પ્રથમ પુત્રને મોકલવાનું નક્કી કરે છે, કારણ કે તે અગાઉથી જાણે છે કે આ છોકરો સમજદાર છે, અને તે સીધા જ પિતાને જે જોઈએ છે તે ખરીદવા જશે, પિતાને ખબર છે કે બીજો છોકરો તેના ...

હા, ઇસ્લામ દરેક લોકો માટે છે અને તેઓ તેનો સ્વીકાર પણ કરી શકે છે, દરેક બાળક પોતાની સાચી ફિતરત પર જન્મે છે, કોઈને ભાગીદાર બનાવ્યા વગર ઈબાદત કરતો હોય છે, (મુસલમાન) પરિવાર, શાળા કે કોઈ પણ ધાર્મિક પક્ષના હસ્તક્ષેપ વિના, તે પ્રત્યક્ષ રીતે પાલનહારની ઈબાદત કરે છે, પુખ્તવય સુધી, પછી ...
સફળતાપૂર્વક મોકલ્યું