ઉદાહરણ તરીકે, અને અલ્લાહ પાસે સર્વશ્રેષ્ટ ઉદાહરણો છે, અને માત્ર સમજાવવા માટે એક ઉદાહરણ, જ્યારે વ્યક્તિ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરે છે અને તેને બહારથી નિયંત્રિત કરે છે, ત્યારે તે ઉપકરણની અંદર કોઈપણ રીતે પ્રવેશતો નથી.
ઇસ્લામ અનાથની દેખરેખ કરવા પર આગ્રહ કરે છે, અને અનાથની બાંયધરી લેનારને અનાથ સાથે પોતાના બાળકો જેવું વર્તન કરવાનો આદેશ આપે છે, પરંતુ અનાથને તેના વાસ્તવિક પરિવારને જાણવાનો અધિકાર આપે છે, તેના પિતાના વારસા પરના તેના અધિકારને બચાવે છે અને વંશના મિશ્રણથી બચાવે છે.