શા માટે મુસ્લિમો કાબા તરફ મોઢું કરીને નમાઝ પઢે છે?

શા માટે મુસ્લિમો કાબા તરફ મોઢું કરીને નમાઝ પઢે છે?

العربية English español Русский 中文

અલ્લાહ તઆલાએ કઅબાહ [૨૯૭], પવિત્ર ઘર, નમાઝ માટેનું પ્રથમ ઘર અને ઈમાનવાળાઓ માટે એકતાનું પ્રતીક બનાવ્યું કારણ કે વિશ્વભરના તમામ મુસ્લિમો નમાઝના સમયે વર્તુળો બનાવે છે અને મધ્યમાં મક્કા આવે છે. કુરઆન બંદાઓ અને પ્રકૃતિ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાના ઘણા દ્રશ્યો રજૂ કરે છે જેમ કે પયગંબર દાઉદ સાથે પર્વતો અને પક્ષીઓનું તસ્બીહ કરવું અને તિલાવત કરવી. "અને અમે દાઉદ પર પોતાની કૃપા કરી (અને પર્વતોને આદેશ આપ્યો હતો કે) હે પર્વતો ! દાઉદ સાથે મન લગાવી અલ્લાહના નામની તસ્બીહ કરો અને પક્ષીઓને પણ (આ જ આદેશ આપવામાં આવ્યો છે) અને અમે તેના માટે લોખંડને નરમ કરી દીધું હતું" [૨૯૮]. ઇસ્લામ એક કરતાં વધુ જગ્યાઓ પર પુષ્ટિ કરે છે કે સમગ્ર બ્રહ્માંડ તેના તમામ જીવો સાથે સૃષ્ટિના પાલનહારને તસ્બીહ અને પવિત્રતા વર્ણન કરે છે. અલ્લાહ તઆલા એ કહ્યું: પવિત્ર કાબા એક ચોરસ આકારનું માળખું છે, લગભગ સમઘન જેવું. તે મક્કામાં પવિત્ર મસ્જિદની મધ્યમાં આવેલું છે. તેમાં દરવાજો છે પણ બારી નથી. તેની અંદર કંઈ નથી અને તે કોઈની કબર નથી, બલ્કે તે નમાઝ માટે ખંડ છે. કાબાની અંદર નમાઝ પઢનાર મુસલમાન કોઈપણ દિશામાં જઈ શકે છે. સમગ્ર ઇતિહાસમાં તે ઘણી વખત નવીકરણ કરવામાં આવ્યું હતું. ઇબ્રાહિમ અ.સ. અને તેમના પુત્ર ઇસ્માઇલ અ.સ. સાથે મળીને તેનો પાયો ઉભો કરનાર પ્રથમ હતા. તેના એક ખૂણામાં કાળો પથ્થર આવેલો છે. એવું માનવામાં આવે છે કે તે આદમ (અ.સ.) ના સમયનો છે; જો કે, તેની પાસે કોઈ અલૌકિક શક્તિ નથી પરંતુ તે મુસ્લિમો માટે પ્રતીકનું પ્રતિનિધિત્વ કરે છે. (સબા: ૧૦).

Source

કેટેગરીઓ

Related Questions

આ પ્રમાણેના સવાલો સર્જક પ્રત્યે ખોટો વિચાર અને તેને સર્જનીઓ સાથે સરખામણી કરવાના કારણે કરતા હોય છે, આ ધારણાને તર્કસંગત અને તાર્કિક બન્ને રીતે રદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે:

જ્ઞાનની ઇસ્લામિક વિભાવના વિશ્વાસ અને વિજ્ઞાનના નક્કર પાયા પર આધારિત છે, જે મનના જ્ઞાનને હૃદયના જ્ઞાન સાથે, પાલનહાર પર ઈમાન સાથે અને વિશ્વાસથી અવિભાજ્ય જ્ઞાન સાથે જોડે છે.

પવિત્ર કુરઆને આદમના સર્જનની સપૂર્ણ માહિતી આપીને ઉત્ક્રાંતિના ખ્યાલને સુધારે છે.

સૌ પ્રથમ, સાચો ધર્મ માણસની ફિતરત (પ્રારંભિક કુદરતી સ્વભાવ) સાથે સુસંગત હોવો જોઈએ જેને અન્યની દખલગીરી વિના તેના સર્જક સાથે સીધો સંબંધ હોવો જોઈએ, જે માણસના ગુણો અને સારા ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે.

બનુ કુરૈઝાના યહૂદીઓએ કરેલ કરાર તોડ્યો, અને મુસ્લિમોને ખતમ કરવા માટે મુશરિકો સાથે એકમત થયા, તેથી તેમનું કાવતરું તેમને કતલ કરવા માટે પાછું ફર્યું, જ્યાં રાજદ્રોહ અને તેમના કાયદામાં સમાવિષ્ટ કરારો તોડવાનો બદલો તેમના પર સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યો હતો, જ્યારે અલ્લાહના પયગંબરે તેમને તેમની બાબતોમાં કોણ શાસન કરશે તે ...
સફળતાપૂર્વક મોકલ્યું